કુંભ કે ઘટ એટલે કે ઘડો માંગલ્યનું પ્રતીક છે. તેથી જ આપણે નવા ઘરમાં રહેવા જતી વખતે પહેલા એમાં ઘટસ્થાપના કરીએ છીએ. લગ્નના પ્રારંભે પણ ઘટસ્થાપના કરવામાં આવે છે. મધ્ય ગુજરાતની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના શુભારંભે યુનિવર્સિટીના ચિહ્ન તરીકે આપણે માંગલ્યના પ્રતીક કુંભની સ્થાપના કરી છે. કુંભમાં શ્રીફળ અને આસોપાલવનાં પાન મૂકવામાં આવેલાં છે. શ્રીફળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોવાની માન્યતા છે.
આસોપાલવ સુખ અને શાંતિનું પ્રતીક છે. એનું વૃક્ષ બારેમાસ લીલુંછમ રહે છે, જે પર્યાવરણની હરહંમેશ જાળવણી કરવાનું સૂચવે છે.
"ગ્રમૃતં તુ વિદ્યા " એ યુનિવર્સિટીનો મુદ્રાલેખ છે. તેનો અર્થ થાય છે, જ્ઞાન અમૃત છે. કઠોપનિષદ્-માંથી સારવીને સ્વીકારેલું આ સૂત્ર નિરંતર જ્ઞાનસાધના પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે. સત્ય (જ્ઞાન), શિવ (કલ્યાણ) અને સુંદર (પર્યાવરણ અને પ્રકૃતિ) એ ત્રણ ગુણો ધરાવતી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું ચિહ્ન અને તેનો મુદ્રાલેખ યુનિવર્સિટીની નીતિ અને નિયતનો સાક્ષાત્કાર કરાવે છે.