SGGU

Department of Gujarati

Vision

સર્જનાત્મક અને સાહિત્યિક દૃષ્ટિએ જીવન અને સાંસ્કૃતિક મૂલ્યોની ચેતનાને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે વિસ્તારવી તેમજ શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિત્ત્વનિર્માણ એમ ત્રિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓનું ઘડતર થાય.

Mission

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ ગ્રામીણ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અનુરૂપ એમ.એ. અને પીએચ.ડી. જેવા અભ્યાસક્રમો તેમજ ભાષાસંવર્ધન, સર્જનાત્મક લેખન દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે. ઉપરાંંત વિદ્યાર્થીઓને કૌશલ્યયુક્ત તેમજ જવાબદાર નાગરિકોમાં પરિવર્તિત કરવા માટે વિવેચનાત્મક વિચારસરણી, વિશ્લેષણાત્મક કૌશલ્ય અને ભાષા-સાહિત્ય દ્વારા સમપર્ણભાવ સાથે પૂર્ણરૂપે કાર્યરત છે.

ગુજરાતી વિભાગ વિશે

  • શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના ગુજરાતી વિભાગને વર્તમાન તબક્કે એક આગવી અને અનોખી ઓળખ મળી છે. ૨૦૨૦થી કાર્યરત યુનિવર્સિટીનો ગુજરાતી વિભાગ, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યક્ષેત્રે મક્કમ ગતિથી વિસ્તરી રહ્યો છે.
  • NEP-2020ને કેંદ્રમાં રાખી આવનારી પેઢીનો સર્વાંગીણ વિકાસ થાય તેવો આ વિભાગનો આશય છે.
  • એમ.એ. તેમજ પીએચ.ડી. ક્ષેત્રે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સેમિનાર અને વર્કશોપનું આયોજન.
  • વિશિષ્ટ પરિસંવાદો, સાહિત્યિક વ્યાખ્યાનોની ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવીન પ્રવૃત્તિઓ.
  • ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ સાથે સહભાગિતા (ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ).
  • વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે NET/SLET પરીક્ષાના વધારના વર્ગો અને અભ્યાસ.
  • બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસક્રમ, જેમાં સમાવિષ્ટ વિષયો:
    • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ
    • ભારતીય અને પાશ્ચાત્ય મીમાંસા
    • સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચન
    • તુલનાત્મક સાહિત્ય અને ભારતીય સાહિત્ય
    • ભાષાવિજ્ઞાન, અનુવાદવિજ્ઞાન, કોશવિજ્ઞાન
  • લોકસાહિત્ય, આદિવાસી સાહિત્ય અને સંશોધનમાં નિપૂણતા માટે રચાયેલ અભ્યાસક્રમ.
  • અનુસ્નાતક અભ્યાસ પછી પીએચ.ડી. માટે વિષય-તજ્જ્ઞ દ્વારા માર્ગદર્શન.
Contact : 02672-255100
Email ID :  [email protected]
University Footer