ગુજરાતી વિભાગ ભારતીય સંસ્કૃતિ, લોકસાહિત્ય અને તેની અમૂલ્ય ધરોહરના સંવર્ધન માટે કટીબદ્ધ છે. સાથે સાથે ભારત સરકારની NEP-2020ને નજર સમક્ષ રાખી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્યના આધુનિકીકરણ તરફના ભવિષ્યલક્ષી અભિગમ સાથે આગળ વધવા મક્કમ છે. આ પ્રદેશની તાસીર, સત્ત્વ-તત્ત્વ, વારસો, સંસ્કૃતિ તેમજ તેમના પરિવેશને કેંદ્રમાં રાખી આ વિભાગ આદિવાસી સાહિત્ય, અનુવાદ સાહિત્ય, તુલનાત્મક સાહિત્ય, ભારતીય સાહિત્ય, સાંસ્કૃતિક અભ્યાસ અને પર્યાવરણીય અભ્યાસ સહિત વિવિધ શાખાઓમાં વિદ્વતાપૂર્ણ સંશોધન માટે સર્વતોમુખી વિશાળ ફલક પ્રદાન કરે છે.
વિભાગમાં સેવારત અધ્યાપકો શૈક્ષણિક પ્રતિભાને પોષવા અને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહે છે. અત્યાધુનિક સંસાધનોની સુવિધાઓની ઉપલબ્ધતા સાથે, વિભાગના શોધાર્થીઓ સંશોધનાત્મક ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સક્ષમ બને એવો ભગીરથ પ્રયાસ કરે છે. જીવનના તમામ ક્ષેત્રે વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક આકાંક્ષાઓને અનુસરી શકે અને જ્ઞાનના સંવર્ધન સાથે વિકસીત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા અર્થપૂર્ણ યોગદાન આપે છે.